Instruction for Gujarat police bharti (PSI, Lok Rakshak)

January 19th, 2010 207 Comments   Posted in Career, Goverment Jobs, Jobs in Gujarat

ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ :

  1. ઉમેદવારે શારીરિક ક્ષમતા કસોટી માટે જે તે કસોટીના સ્થળે સક્ષમ અધિકારીને પ્રવેશપત્ર રજુ કરીને જ શારીરિક ક્ષમતા કસોટીમાં ભાગ લેવાનો રેહશે . તેમજ જે તે કસોટીમાં હાંસલ કરેલ સિધ્ધિ પ્રવેશપત્રમાં નોંધવામાં આવે તેની કાળજી તેજ વખતે ઉમેદવારે પણ લેવાની રેહશે.  આ પ્રવેશપત્ર ઉમેદવારને પરત મળશે નહિ.
  2. ઉમેદવારે શારીરિક ક્ષમતા કસોટીમાં જે તે કસોટી માટે દર્શાવેલ લઘુતમ ધોરણ પ્રાપ્ત કરવું ફરિજયાત છે.જે ઉમેદવારે કોઈપણ શારીરિક કસોટીમાં નિયત લઘુતમ ધોરણ પ્રાપ્ત નહિ કરી શકે, તે ઉમેદવારે આપોઆપ શારીરિક ક્ષમતા કસોટીમાંથી નાપાસ જાહેર થશે અને ત્યારબાદ ની કસોટીમાં ભાગ લેવા ગેરલાયક ઠરશે.
  3. ઉમેદવારે જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત ,વયમર્યાદા તથા શારીરિક માપો વગેરેની તમામ લાયકાતો ધરાવતા હોય તો જ આ પરીક્ષામાં ઉપસ્થીત રહેવું. અન્યથા આવી લાયકાતો ધરાવતા ન હોવાનું ભરતી પ્રક્રિયાના કોઈ પણ તબ્બકે માલુમ પડશે તો આપને ઉમેદવારી માટે ગેરલાયક ઠેરવી યોગ્ય પગલાં લેવામાં આવશે.
  4. શારીરિક ક્ષમતા કસોટીમાં પાસ થનાર ઉમેદવારની શારીરિક માપણી કરવામાં આવશે અને જો ઉમેદવાર ભરતી નિયમોથી ઠેરવ્યા મુજબના ધોરણો પરિપૂર્ણ કરતા હશે તો જ તેને લેખિત પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.
  5. શારીરિક માપ અને ઉમેદવારને કોઈ વાંધો હોય તો ગ્રાઉન્ડ ઉપર ઉપલબ્ધ અપીલ બોર્ડને અપીલ કરી શકશે. અપીલ બોર્ડનો નિર્ણય આખરી ગણાશે.
  6. આ શારીરિક ક્ષમતા કસોટી માટે રીપોર્ટ કરતી વખતે ઉમેદવારે મોબાઈલ ક અન્ય ઉપકરણ લઈને આવવું નહિ. મોબાઈલ કે અન્ય ઉપકરણ સાથે ગ્રાઉન્ડ પર પ્રવેશ કરવા દેવામાં આવશે નહિ.
  7. જો કોઈ ઉમેદવાર કોઈપણ પ્રકાર ની ગેરરીતી કે ગેરશીક્ત આચરતો જણાશે તો તે ઉમેદવારની  ઉમેદવારી રદ્દ કરવામાં આવશે.
  8. ઉમેદવારે પોતાના નામ, કૅટૅગરી અને જાતિ પ્રવેશપત્ર માં દર્શાવ્યા મુજબ છે કે કેમ તે પ્રવેશ પત્ર માં ચકાસી લેવાનું રહેશે અને જો ફેરફાર હોય તો પુરાવા સાથે પરીક્ષા સ્થળે જરૂરી સુધારો કરવા લેખિતમાં અરજી આપવાની રહેશે. અન્યથા ત્યારબાદ ભરતી બોર્ડ સુધારાની કોઈપણ રજૂઆત ધ્યાને લેશે નહિ.
  9. ઉમેદવારે જાહેરાત મુજબ શારીરિક કસોટી પરીક્ષા આપવા માટે જરૂરી તૈયારી સાથે આવવાનું રહેશે
  10. સ્થળ, તારીખ અને સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહિ. બોર્ડ દ્વારા સૂચવેલ કેન્દ્ર  ઉપર કોઈ કારણોસર શારીરિક ક્ષમતા કસોટી ન લઇ શકાયતો શારીરિક કસોટી માટેની નવી તારીખ જે તે દિવસે સ્થળ પર જાહેર કરવામાં આવશે.
  11. શારીરિક ક્ષમતા તથા શારીરિક માપ કસોટીમાં ઉત્તિર્ણ થનાર ઉમેદવારને જ લેખિત કસોટી આપવા માટે ટપાલ દ્વારા અલગથી કોલ લેટર મોકલવામાં આવશે .