NRI- મેનેજમેન્ટની ૧૫૦૦ બેઠક ઓપનમાં તબદીલ
સ્વનિર્ભર બીબીએ, બીસીએ કોલેજોમાં કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ અમલી
ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી સ્વનિર્ભર બીબીએ, બીસીએ અને બીકોમ કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રથી એનઆરઆઇ- મેનેજમેન્ટ કવોટાની રદ થયેલી આશરે ૧૫૦૦ બેઠકોને ઓપન કેટેગરીમાં તબદીલ કરી દેવાશે. ઉપરાંત સ્વનિર્ભર બીબીએ, બીસીએ કોલેજોમાં કેન્દ્રીય પ્રવેશ પિïત પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા યોજાશે. આ અંગે આગામી ૧૦ દિવસમાં પ્રવેશ માર્ગદિર્શકા જાહેર થશે.
પ્રથમ તબક્કામાં ૧૭ સ્વનિર્ભર બીબીએ- બીસીએ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ મુજબ હાથ ધરાશે. ત્યારબાદ ૧૫ સેલ્ફ ફાઇનાન્સ બીકોમ કોલેજની પ્રવેશ પ્રક્રિયા યોજાશે. કોલેજોમાં ૧૦ ટકા એનઆરઆઇ, ૧૦ ટકા મેનેજમેન્ટ કવોટાની બેઠકો રદ કરવાનો સત્તાવાળાઓએ નિર્ણય લીધો છે. આ કવોટા રદ થતાં આશરે ૧૫૦૦ બેઠકોને ઓપન કેટેગરીમાં તબદીલ કરીને ઓન મેરિટ પ્રવેશપ્રક્રિયા હાથ ધરાશે, જેનો સીધો ફાયદો ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલીક કોલેજોમાં આ કવોટાની બેઠકો પર પ્રવેશ માટે રૂ. ૫૦ હજારથી એક- બે લાખ સુધીની ફી લેવાતી હતી. આ કવોટા રદ થતા સામાન્ય – મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આનો સીધો નાણાકીય લાભ થશે.
Related posts:
- Gujarat Goverment approved three new private universities (Ahmedabad University, ICFAI University, Navrachana University)
- Admission forms for BBA, BCA from May 29
- Self-finance institutes await Gujarat University nod for another fee hike
- 16 new colleges qualify for Gujarat University affiliation
- BBA, BCA & BCom admissions to begin on June 5 in Gujarat
May 20th, 2010 at 1:42 PM
vaghela Nilesh v 9227574023